Site icon

Elephant fight video : મૈસુર પેલેસમાં બે હાથીઓ વચ્ચે બબાલ, લડતાં લડતાં રોડ પર આવી ગયા; જીવ બચાવવા લોકો ભાગ્યા; જુઓ વિડીયો

Elephant fight video :કર્ણાટકના મૈસૂરમાં પ્રખ્યાત દશેરા તહેવાર દરમિયાન એક અપ્રિય ઘટના બની છે. જ્યાં સમારોહમાં ભાગ લઈ રહેલા બે હાથીઓ એકબીજા સાથે અથડાયા હતા, જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મૈસૂર પેલેસની બહાર બે હાથી દોડી રહ્યા છે અને એક હાથી આગળ અને બીજો પાછળ છે.

Elephant fight video Dussehra Elephants Frenzy At Mysore Palace Fighting Elephants Create Panic

Elephant fight video Dussehra Elephants Frenzy At Mysore Palace Fighting Elephants Create Panic

News Continuous Bureau | Mumbai

 Elephant fight video :મૈસુરના પ્રખ્યાત દશેરા તહેવાર દરમિયાન એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં દશેરા ઉત્સવમાં ભાગ લઈ રહેલા બે હાથી કાંજન અને ધનંજય જમતી વખતે એકબીજા સાથે અથડાયા હતા. આ ઘટના મૈસૂર પેલેસ સંકુલમાં બની હતી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પેલેસ માં અચાનક હંગામો મચી ગયો, જ્યારે ધનંજયે આક્રમક રીતે કંજન પર હુમલો કર્યો, જેના કારણે કંજને પેલેસ ના પરિસરમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો.

Join Our WhatsApp Community

  Elephant fight video : જુઓ વિડીયો 

Elephant fight video :હાથીઓ બેરિકેડ તોડીને બહાર આવ્યા

ઘટના મુજબ, ધનંજય હાથીના હુમલાથી ડરી ગયો અને કાંજન પેલેસ સંકુલની બહાર ભાગી ગયો. નવાઈની વાત એ હતી કે કંજન તેના માહુત વગર જ નીકળી ગયો. ધનંજયે કાંજનનો પીછો પણ કર્યો, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી. બંને હાથીઓ જયમાર્તંડા ગેટ અને સોમેશ્વર મંદિર પાસેના બેરિકેડ તોડીને ડોડડકેરે ગ્રાઉન્ડ પાસેના રોડ પર પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Python Attack Video: ખુલ્લામાં કુદરતી હાજતે ગયો યુવક, ત્યારે ૧૩ ફુટના અજગરે ભરડામાં લઈ લીધો; પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

 Elephant fight video :  લોકો બચવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા

આ ઘટનાએ પેલેસ ની અંદર અને બહાર હાજર લોકોને ચોંકાવી દીધા હતા. જેના કારણે ભીડમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો પોતાની જાતને બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. હાથીઓની તાકાત અને તેમની ઝડપી ગતિના કારણે ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર ભારે દબાણ આવ્યું હતું. જો કે, મહેલના માહુત અને અન્ય સ્ટાફની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. માહુતોએ તેમના કૌશલ્ય વડે બંને હાથીઓને શાંત પાડ્યા અને તેમને કાબૂમાં કરીને પેલેસ ના પરિસરમાં પાછા લાવ્યા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મોટું નુકસાન થયું નથી.

 

 

Jaguar vs Crocodile:જગુઆર Vs મગર: કોણ શિકારી અને કોણ શિકાર? Viral Video જોઈ યુઝર્સ પણ મૂંઝાયા, અંતે કોણ જીત્યું? જુઓ!
Reef Squid :શું તમે જોયું છે એવું દરિયાઈ જીવ, જે સેકન્ડોમાં બની જાય છે પારદર્શી!
Cobra Village :અનોખી પરંપરા… મહારાષ્ટ્રના આ ગામમાં લોકો કુતરા-બિલાડી નહીં, ‘કોબ્રા’ પાળે છે!
Child killed Snake: ચમત્કાર કે કુદરતનો કરિશ્મા? બિહારમાં એક વર્ષના બાળકે ઝેરી કોબ્રાને કરડ્યો, સાપનું ઘટનાસ્થળે જ મોત!
Exit mobile version