Site icon

Makar Sankranti: પતંગના દોરાથી પક્ષીઓને બચાવીએ, મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ

Makar Sankranti: મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ. ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ કરૂણા અભિયાનમાં આપણી ભાગીદારી સુનિશ્ચિત કરીએ. આવો, પતંગના દોરાથી ઈજાગ્રસ્ત પામતા પક્ષીઓને બચાવીએ

Let's save the birds with the kite string, do this much for the care of the injured birds during the Makar Sankranti days.

Let's save the birds with the kite string, do this much for the care of the injured birds during the Makar Sankranti days.

News Continuous Bureau | Mumbai

Makar Sankranti : ઉત્તરાયણના તહેવારમાં ઈજાગ્રસ્ત પક્ષી ( injured bird ) નજરે પડે ત્યારે સૌ પ્રથમ દુરથી પક્ષીનું થોડા સમય માટે નીરિક્ષણ કરો. પાંખ લબડવી, લોહી નીકળવું, ડોક નમી જવી, પગ ઉપર વજન ન મુકવું વગેરે ચિહ્નો પરથી પક્ષીની સ્થિતિનો કયાસ કાઢી શકાય છે. કુદરતમાં, ખુલ્લા આકાશમાં મુક્તપણે વિહરતા પક્ષીઓ મનુષ્યથી દુર રહેતા હોય, માનવના સંપર્કમાં આવે ત્યારે ખુબ જ પરેશાન થાય છે અને આઘાત અનુભવે છે. 

Join Our WhatsApp Community

           તા.૧૪મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે આપણે હોંશે હોંશે પતંગ તો ફરકાવતા હોઈએ છીએ પરંતુ પતંગના દોરાથી ( kite string )  પક્ષીઓ ( Birds ) ઘાયલ થવાના બનાવો બને છે. પક્ષીઓ, મનુષ્યોને ઈજા ( Injury ) સહિત અનેક હાનિઓ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવી એ પણ આપણા સૌ કોઈની જવાબદારી બને છે. 

            મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ એ જરૂરી છે. બચાવ કાર્યમાં ( rescue work ) પણ પક્ષીને ગમે તેવી ઈજા થયેલ હોય તો પણ તેની પ્રકૃતિ મુજબ પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે. પક્ષીને પોતાનો બચાવ કરવા સામાન્ય રીતે ચાંચ મારવી, પગના પંજાના નખ ભરવા અને પાંખો ફફડાવતા હોય છે. જેથી ઈજા ન થાય તે માટે સજાગ રહો. જળચર પક્ષી અણીદાર ચાંચ દ્વારા આંખ ફોડી શકે છે. માટે તેની ડોક બરાબર પકડો. શિકારી પક્ષીને પકડવા હાથમાં મજબૂત મોજા પહેરવાથી નહોરની ઈજામાંથી બચી શકાય છે.

              મોટાભાગના પક્ષીને સમાન રીતે પકડી શકાય છે. માથા અને શરીર પર જાડું કપડું નાખી ઢાકી દઈને રેસ્ક્યુ કરો. પક્ષીના કદ મુજબ કપડું પાતળું કે જાડું વાપરી શકાય. પક્ષીને ગમે તેવી ચપળતાથી અને આરામથી રેસ્કયુ કરવામાં આવે તો પણ આઘાત અનુભવે છે. પક્ષીને એક બે પ્રયત્નોમાં ન પકડી શકાય ત્યારે અનુભવી અને જાણકારની મદદ લો. પક્ષી બચાવમાં જેમ સમય વધુ લાગે તેમ પક્ષીની પરિસ્થિતિ વધુ બગડે છે. પક્ષીને પકડવા પાછળ ન દોડો. 

             ઈજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી તળીયે કપડું પાથરેલ અને કાણા પાડેલ પૂંઠાના ખોખા કે પ્લાસ્ટીકના બોકસમાં રાખો. ખોખું કે બાસ્કેટ ખુલ્લું ન રાખતા કપડાથી ત્રણેય બાજુએથી આવરી લો અને ઉપરના ભાગે ટુવાલથી ઢાંકી દો. 

              ઈજાગ્રસ્ત પક્ષી સામાન્યથી ગંભીર આઘાતમાં હોય છે.જેથી પક્ષીને શાંત અને અંધારી જગ્યામાં રાખો. પક્ષીના શરીર પર હાથ ફેરવીને કે પંપાળીને ધરપત આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીને બિનજરૂરી સ્પર્શ કરવાનો કે જોવાનો પ્રયત્ન ન કરો. આ હરકત આઘાતમાં વધારો કરે છે. બહારનો અવાજ, ધુમ્રપાનનો ધુમાડો અને અત્તરની સુગંધ પક્ષી માટે યોગ્ય નથી. 

             ઈજાગ્રસ્ત પક્ષીની આજુબાજુનું વાતાવરણ ૮૦-૯૦ ફે.ગરમ રાખવું જરૂરી છે. પક્ષીને ગરમી લાગે ત્યારે પાંખો ખોલી શરીરથી દૂર રાખે છે અને હાંફે છે. જયારે ઠંડી અનુભવે ત્યારે શરીર સંકોચીને બેસે છે. પાંજરાની બાજુ પર ૬૦-૧૦૦ વોટનો ઈલેકટ્રીક બલ્બ રાખવાથી પક્ષીને તકલીફ વગર હુફાળું વાતાવરણ પૂરું પાડી શકાય છે. બીમાર પક્ષીને રહેઠાણમાં પૂરતો ગરમાવો મળે તો શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેમજ શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.

આ સમાચાર પણ વાંચો : Surat: પક્ષીઓ પ્રત્યે સંવેદના એટલે કરૂણા અભિયાન, આ તારીખ સુધી સુરત શહેર-જિલ્લામાં ચાલશે અભિયાન

                પતંગના દોરાથી પક્ષીને સામાન્ય રીતે પગ કે પાંખ ભાંગી જવી, પાંખ કે ચાંચ કપાવી, પાંખ, જીભ કે ડોક પર કાપો પડવો એ મુખ્ય ઈજા હોય છે. ઈજાગ્રસ્ત પક્ષીને અઘાતમાંથી બહાર લાવવું એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે. તેને આઘાતમાંથી બહાર આવવા ૨-૩ કલાકનો સમય આપો. પક્ષીનું ઢળી પડવું, ડોક આડી નાખી દેવી, આંખ અર્ધ બિડેલ રાખવી, શ્વાસોશ્વાસ વધી જવા એ પક્ષી આઘાતમાં હોવાના ચિહ્નો છે. ઈજા અને આઘાતમાં સરી પડેલ પક્ષીના પરિવહન માટે સામાન્ય કાળજી લેવામાં આવે તો પણ પક્ષીને ઘણી રાહત રહે છે.

               પક્ષીને કયારેય ખુલ્લુ કે હાથમાં પકડીને ન લઈ જાઓ. પક્ષીને પાંજરા કે બોકસમાં લઈ જવું જોઈએ. પૂઠાનું કાણા પાડેલ ખોખું કે પ્લાસ્ટીકનું બાસ્કેટ પક્ષીને રાખવા ઉપયોગ કરી શકાય. પાંજરાને કપડાથી ઢાંકો.જેનાથી પક્ષીને વાતાવરણ સામે રક્ષણ મળે છે.એકાંત આપે છે. દ્રષ્ટી સિમિત રાખે છે. જેથી તણાવ ઓછો ઉદભવે છે. વાહન કાળજીથી ચલાવો. એકદમ વળાંક લેવાનું ટાળો. પરિવહન દરમિયાન બિનજરૂરી ઘોંઘાટ ન કરો. ઋતુ મુજબ એસી કે હિટર ચાલુ રાખો. પક્ષીને આરામદાયક સ્થિતિમાં રાખવાથી સાજુ થવાની તક વધે છે.

              પૂરતી જાણકારી વગર સારવાર આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીની સારવાર ખાસ કાળજી માંગી લે છે. ડોકટરી સારવારની સગવડ હોય ત્યાં લઈ જાવ/સોંપો. પક્ષીને ઘરે રાખવાનો પ્રયત્ન ન કરો. જુદા જુદા પક્ષીની ખાસિયત, ખોરાક અને જરૂરિયાત અલગ અલગ હોય છે. 

              પક્ષીની સારવાર માટે ક્યારેય ઉતાવળ ન કરો. માત્ર લોહીનો સ્ત્રાવ બંધ કરવા પક્ષીને તત્કાલ સારવારની જરૂર હોય છે. લોહીનો સ્ત્રાવ ચાલું હોય તો આંગળીના ટેરવાથી કે રુ કે કપડાનું પૂમડું મુકી દબાવવાથી બંધ થઈ જાય છે. પક્ષીની લોહી ગંઠાવાની શક્તિ ખુબ જ વિશેષ હોય છે. ચામડી પરના કાપમાંથી આવતું લોહી સામાન્ય રીતે પોતાની મેળે બંધ થઈ જતું હોય છે. તૂટી ગયેલ પીછામાંથી નીકળતું લોહી બંધ કરવા પીછાને મુળમાંથી ખેંચવું જરૂરી બને છે. પક્ષીનું હલન ચલન લોહીનો સ્રાવ વધારે છે. ચાંચ અને નહોર કપાવાથી લોહીનો વિશેષ સ્ત્રાવ થતો હોય છે. રુનું પૂમડુ ૧ મિનિટ પૂરતું દબાવી રાખવાથી બંધ થઈ જાય છે. 

              બાહ્ય ઈજા ન હોય પરંતુ બેભાન હોય તેવા પક્ષીને મોટેભાગે નીચે પટકાવા સમયે માથામા ઈજા થયેલ હોય છે. આવા પક્ષીને એકાંતમાં, શાંત અને હુફાળા વાતવરણમાં રાખો.પક્ષીના શરીર પર વિંટળાયેલ દોરાની ગુંચ ઉકેલવા કરતાં નાની કાતરથી કાપીને દૂર કરો. 

             પતંગના દોરાથી ઈજાનો ભોગ બનનાર પક્ષીમાં સામાન્ય રીતે કબૂતર, હોલો, પોપટ, કાગડા, કાંકણ, બગલા, ઘુવડ, સમડી, કોયલ મુખ્ય હોય છે. ઈજાગ્રસ્ત પક્ષી ખોરાક કે પાણી લેતું હોતું નથી. પક્ષીને ખોરાક કે પાણી આપવા અધીરા ન બનો. પક્ષી ઉડવા સક્ષમ બને ત્યારે ફરી કુદરતમાં મુક્ત કરો.

આ સમાચાર પણ વાંચો : Uttarayan: ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ

              આવો, આપણે સૌ કોઈ સાથે મળીને ઘાયલ પક્ષીઓને બચાવવાના કરૂણા અભિયાનમાં સહભાગી બનીએ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
PM Modi Cooperative Reforms: ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે રાજગરી દૂધ ઉત્પાદક સહકારી મહિલા મંડળી લિ.ના મહિલા સભાસદોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા લખ્યા પોસ્ટકાર્ડ
Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Exit mobile version