પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુનો આજે જન્મદિવસ(Navjot singh sidhu Birthday) છે. લોકો તેમની સાદગી, વિચારો અને તેની શાયરીના અંદાજ ખૂબ જ પસંદ કરે છે.

સિદ્ધુ(Navjot singh sidhu)નો જન્મ પટિયાલા- પંજાબ ખાતે 20 ઓક્ટોબર 1963ના રોજ થયો હતો. તેના પિતા સરદાર ભગવંત સિંહ એક પ્રતિષ્ઠિત ક્રિકેટ ખેલાડી હતા અને તેમના પુત્ર નવજોતને ટોચના ક્રિકેટર તરીકે જોવા માંગતા હતા.
નવજોત સિંહ સિદ્ધુ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રહી ચૂક્યા છે, ત્યારબાદ તેઓ રાજકારણી (politician) બન્યા અને રાજકારણમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો.
નવજોત સિંહ સિદ્ધુને દરેક વ્યક્તિ જાણે છે, જેઓ તેમની અદભૂત શાયરી અને મજબૂત શબ્દો માટે જાણીતા છે, કારણ કે તેઓ કપિલ શર્મા શોમાં જોડાયા હતા.
હવે તેના પરિવાર(sidhu family)ની વાત કરીએ તો નવજોત સિંહ સિદ્ધુના પત્ની ડૉ.નવજોત કૌર સિદ્ધુ(Dr. Navjot Kaur Sidhu) લાંબા સમયથી રાજકારણ સાથે જોડાયેલા છે. પત્ની નવજોત કૌર પંજાબથી ધારાસભ્ય રહી ચૂકી છે. અગાઉ તે ભાજપમાં પણ હતી, પરંતુ 2016માં તે કોંગ્રેસમાં જોડાઈ હતી.
સિદ્ધુને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ કરણ સિદ્ધુ(Karan Sidhu) અને પુત્રીનું નામ રાબિયા સિદ્ધુ છે. રાબિયા તેના ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર પોપ્યુલર રહે છે.
સિદ્ધુના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. રાબિયાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી ત્યારે ચર્ચામાં આવી હતી. સિદ્ધુની પુત્રી રાબિયાએ લંડનમાં અભ્યાસ કર્યો છે. તેમની પુત્રી રાબિયા સિદ્ધુ(Rabia sidhu) ફેશન અને પાર્ટીઓના શોખીન છે. રાબિયાને ફેશન ડિઝાઇનિંગમાં રસ છે.