ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
ભારતીય ગોલ્ફર અદિતિ અશોકે આજે ગોલ્ફમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અદિતિ અશોકે ચોથા નંબરે ફિનિશ કર્યું હતું. અદિતિ અશોક ફક્ત એક શોટના અંતરથી મેડલ ચૂકી ગઈ હતી.
જોકે, અદિતિ અશોક ઓલિમ્પિકમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ગોલ્ફર બની ગઈ છે.
અંતિમ શોટ સુધી અદિતિ મેડલની રેસમાં રહી હતી. પરંતુ આજે તેને કિસ્મતે સાથ આપ્યો નહોતો. ગોલ્ફનો ગોલ્ડ મેડલ અમેરિકાના ફાળે ગયો.
