News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને લઈ શનિવારે એક મોટી અપડેટ સામે આવી છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, વર્ષ 2024 સુધી જય શાહ જ ACC અધ્યક્ષ બની રહેશે.
ACC દ્વારા ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ACCના તમામ સદસ્યોએ એકમતથી નક્કી કર્યું છે કે, જય શાહનો ACC પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યકાળ વર્ષ 2024 સુધી લંબાવી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં 5 બોર્ડ સ્થાયી સદસ્ય છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો :આઈપીએલ ૨૦૨૨માં ખેલાડીને બાયો-બબલનું ઉલ્લંઘન કરવુ પડશે ભારે, BCCI કરશે આ કડક કાર્યવાહી