Site icon

તો સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન છોડી દેશે મુંબઈ- આ રાજ્યની ટીમ તરફથી ઉતરશે મેદાનમાં

News Continuous Bureau | Mumbai

ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર(Sachin Tendulkar)નો પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)પણ હવે ક્રિકેટ(Cricket)માં પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. પરંતુ તેને અપેક્ષિત તકો ન મળવાના કારણે તેની રમત ખીલી રહી નથી. હવે આ કારણે અર્જુન તેંડુલકરે એક મોટો નિર્ણય લીધો છે.  

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ ડાબોડી ઝડપી બોલર અર્જુને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) પાસેથી મુંબઈની ટીમ (Mumbai Team) છોડીને ગોવા ક્રિકેટ એસોસિએશન (GCA) તરફથી રમવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) માંગ્યું હતું. તે મુજબ મુંબઈ ક્રિકેટ એસોસિએશને અર્જુનને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દીધું છે અને હવે તે મુંબઈ છોડીને ગોવા તરફથી રમતો જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : બેબી પાવડર બનાવતી આ કંપની હવે ભારતમાં બંધ કરશે તેનું ઉત્પાદન

કહેવામાં આવી રહ્યું છે કે ગોવા ક્રિકેટ એસોસિએશ(Goa Cricket Association)ને અર્જુનને તેમની ટીમમાં આમંત્રણ આપ્યું છે, કારણ કે ગોવાની ટીમને હાલમાં ઝડપી ડાબા હાથના બોલરની જરૂર છે. એટલે કે અર્જુન પ્રીસીઝન સીમિત ઓવરની પ્રેક્ટિસ મેચમાં ગોવા તરફથી રમશે. આ મેચમાં તેના દેખાવને આધારે પસંદગીકારો તેને ટીમમાં સમાવવા અંગે નિર્ણય કરશે. 

ઉલ્લેખનીય છે કે અર્જુન તેંડુલકર ગત સિઝનમાં મુંબઈ રણજી ટીમ(Ranji) નો પાર્ટ ટાઈમ સભ્ય હતો. પરંતુ તે પછી તે એક પણ મેચમાં ટીમનું પ્રતિનિધિત્વ કરી શક્યો ન હતો. અર્જુને 2020-2021માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે હરિયાણા અને પુડુચેરી સામે મુંબઈ માટે માત્ર બે જ મેચ રમી હતી.

આ સમાચાર પણ વાંચો : ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતને મળ્યું વધુ એક સન્માન- આ રાજ્ય સરકારે બનાવ્યો પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર

India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Exit mobile version