કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપનું યુએઈમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગાંગુલીએ જણાવ્યું કે, અમે ICCને સત્તાવાર રીતે જાણ કરી છે કે, T-20 વર્લ્ડ કપ ભારતમાં નહીં પરંતુ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે.
આ નિર્ણય આરોગ્યની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
જોકે, UAEમાં ક્યારે ટુર્નામેન્ટ યોજાશે તેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે કોરોનાની પરિસ્થતિનેને કારણે આઈપીએલ મુલતવી રાખવાની ફરજ પડી હતી. જેની બીજી ટુર્નામેન્ટ પણ સપ્ટેમ્બરમાં યુએઈમાં યોજવાની ફરજ પડી છે.