Site icon

બેટ્સમેનોનો પણ થશે ટાઈમ આઉટ- ઓક્ટોબરથી ICCના નિયમોમાં થશે આ મોટા ફેરફાર- જાણો શું છે નવા નિયમો

 News Continuous Bureau | Mumbai

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) હેઠળ પુરૂષોની ક્રિકેટ મેચોના(Cricket match) નિયમોમાં ફેરફારની ભલામણ કરવામાં આવી છે. આ ફેરફારોની ભલામણ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન(Former India captain) સૌરવ ગાંગુલી(Sourav Ganguly) દ્વારા કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને મેન્સ ક્રિકેટ કાઉન્સિલે(Men's Cricket Council) ત્રીજી આવૃત્તિના કોડ 2017 હેઠળ ફેરફાર કર્યા છે.

Join Our WhatsApp Community

આ ફેરફાર પહેલી ઓક્ટોબર, 2022થી અમલમાં આવશે, એટલે કે પુરુષોનો T20 વર્લ્ડ કપ નવા નિયમો હેઠળ રમાશે.

નવા નિયમ મુજબ નવા બેટ્સમેનને(Batsmen ) ફક્ત બે મિનિટનો સમય મળશે. એટલે કે  આઉટ થયેલા બેટ્સમેનની જગ્યા લેવા માટે નવા બેટ્સમેન પાસે માત્ર બે મિનિટનો સમય હશે, જો તે બે મિનિટમાં સ્ટ્રાઈક પર ન પહોંચે તો ફિલ્ડિંગ ટીમનો(Fielding Team) કેપ્ટન ટાઈમ આઉટની અપીલ કરી શકે છે. અગાઉ આ સમય ત્રણ મિનિટનો હતો, જેમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : અરેરે – દેશમાં ખેલાડીઓની આવી હાલત- કબડ્ડી પ્લેયર્સને ટોઈલેટમાં રસોઈ બનાવીને ખવડાવી – જુઓ વીડિયો

નવો બેટ્સમેન સ્ટ્રાઈક પર આવશે. એટલે કે જ્યારે બેટ્સમેન આઉટ થાય ત્યારે નવા બેટ્સમેને સ્ટ્રાઈક લેવી પડે છે. પહેલા કેચ આઉટ થવાની સ્થિતિમાં, જો બેટ્સમેનો દોડીને અડધી ક્રિઝ પાર કરી ગયા હોત, તો નવા બેટ્સમેને નોન-સ્ટ્રાઈકીંગ એન્ડમાં જવું પડતું હતું.

બોલને થૂંકથી ચમકાવવા પર નિયમિત પ્રતિબંધ મુકાયો છે. કોવિડ-19ને કારણે બોલને ચમકાવવા માટે બોલરો અથવા ફિલ્ડિંગ સાઇડના ખેલાડીઓ દ્વારા થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ હતો, તેને હવે નિયમિત કરવામાં આવ્યો છે.

જો બોલર તેના રન-અપ દરમિયાન કંઈપણ અયોગ્ય કરે છે, તો બેટિંગ ટીમ અપીલ કરી શકે છે, જેમાં અમ્પાયર પાંચ રનનો દંડ લાદી શકે છે.

બોલિંગ દરમિયાન બોલર નોન-સ્ટ્રાઈકર(Non-striker) છેડે ઊભેલા બેટ્સમેનને ક્રિઝથી હટતા જ બોલ થ્રો કરીને આઉટ કરી દેતો હતો, હવે આવા પ્રયાસમાં ડેડ બોલ આપવામાં આવશે.
 

Shubman Gill: ટીમ ઇન્ડિયાનો પ્લાન બદલાયો: શુભમન ગિલ અચાનક ગુવાહાટી છોડીને મુંબઈ કેમ ગયો? જાણો તેના પાછળનું સચોટ કારણ.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version