News Continuous Bureau | Mumbai
IPL 2022 ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)માટે સારી રહી ન હતી.
ટીમને પહેલી જ મેચમાં દિલ્હી કેપિટલ્સના (Delhi Capitals) હાથે હારનો સામનો કરવો પડ્યો છે.
આ સિવાય મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)પર ધીમી ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો ઓવર રેટ ધીમો હતો.
આ સિઝનમાં ટીમની આ પહેલી ભૂલ હતી. તેથી મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર: ફૂલરાણી પી.વી. સિંધુએ સ્વિસ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું.
