Site icon

ના હોય- કેપ્ટન કૂલ ધોની વિરુદ્ધ બિહારમાં કેસ દાખલ- કોર્ટે મામલાને સ્વીકાર્યો- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

શું તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું હતું કે, ભારતને વર્લ્‌ડ કપ(World Cup) સહિતની તમામ મોટી ટ્રોફી જીતાડનાર કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) પોલીસના ચક્કરમાં ફસાઈ જશે. ધોની પર પોલીસ કેસ(Police case) કરવાની નોબત આવશે. પરંતુ કોણ જાણે અચાનક શું થયું, કે કિસ્મતને શું મંજૂર હતું..એ જ કારણ છે કે, ના થવાનું થઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

Join Our WhatsApp Community

બિહારના બેગુસરાઈમાં(Begusarai) ભારતીય ક્રિકેટ ટીમના(Indian cricket team) કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા અને IPL સિવાય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર મહેન્દ્ર સિંહ ધોની સામે કેસ નોંધાયો છે… આ કેસ બેગુસરાય કોર્ટમાં(Begusarai Court) નોંધાયો છે.  ધોની સહિત ૭ લોકો સામે ખાતર વિક્રેતાએ કેસ દાખલ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો-આ ખેલાડીએ બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું-જાણો શું છે કારણ

આ વિવાદ બે કંપની વચ્ચે છે. ખાતર બનાવતી કંપનીએ તેની પ્રોડક્ટના વેચાણ માટે એસકે એન્ટરપ્રાઇઝ(SK Enterprise) બેગુસરાય નામની એજન્સી સાથે કરાર કર્યો હતો. કંપની વતી ખાતર એજન્સીને(Fertilizer Agency) મોકલવામાં આવ્યું હતું પરંતુ ત્યાંથી માર્કેટિંગનો(marketing) સહયોગ મળ્યો ન હતો. બાદમાં એજન્સીના માલિક નીરજ કુમાર નિરાલાએ(Neeraj Kumar Nirala) કંપની પર અસહકારનો આરોપ(Allegation of non-cooperation) લગાવ્યો અને કહ્યું કે તેના કારણે નુકસાન થયું છે. આ કંપનીની પ્રોડક્ટની જાહેરાત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કરી હતી..જેથી નીરજ કુમાર નિરાલાએ ધોની વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. આ સાથે કંપનીના સીઈઓ(CEO) સહિત સાત અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટે આ મામલાને સ્વીકારી લીધો છે અને આગામી સુનાવણી માટે ૨૮ જૂનની તારીખ નક્કી કરી છે.

V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Exit mobile version