Site icon

એશિયન ગેમ્સમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવનાર આ દિગ્ગજ ફૂટબોલરનું થયું નિધન, ખેલ જગતમાં શોકનો માહોલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

શનિવાર.

પૂર્વ ભારતીય ફૂટબોલર સુભાષ ભૌમિકનું કોલકાતામાં લાંબી માંદગી બાદ નિધન થયું છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ તેમણે 72 વર્ષની વયે કોલકાતાની એક હોસ્પિટલમાં સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે.

AIFFએ સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી છે અને સુભાષને શ્રદ્ધાંજલિ પણ આપી છે. 

તેઓ 1970માં યોજાયેલી એશિયન ગેમ્સ માં બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમનો ભાગ હતા. 

તેમણે એક ખેલાડી અને કોચ તરીકે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણી સફળતા હાંસલ કરી.

ભૌમિકના નિધનથી ચાહકોમાં ઘણી નિરાશા છે, ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

સ્વર સામ્રાજ્ઞી છેલ્લા 15 દિવસથી ICUમાં, લતા મંગેશકર ના સ્વાસ્થ્યને લઈને આવ્યું અપડેટ: જાણો ડોકટરોએ તેમની તબિયત અંગે શું કહ્યું

Exit mobile version