ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
હરભજન સિંહે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે.
તેણે વર્ષ 1998માં ડેબ્યૂ કર્યું હતું અને હવે 23 વર્ષે ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.
ભજ્જીએ પોતાના સન્યાસનુ એલાન કરતા કહ્યુ હતુ કે, દરેક સારી વસ્તુઓનો અંત આવતો હોય છે.આજે હું ક્રિકેટને અલવિદા કહ્યુ છે અને મારી 23 વર્ષની મુસાફરીને યાદગાર બનાવનારા દરેક વ્યકિતનો આભારી છું.
હરભઝન સિંહે ભારત માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં UAE વિરુદ્ધ એશિયા કપ ટી20માં રમી હતી. હરભજન ગત આઈપીએલ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેર! આ તારીખે થશે ચૂંટણી; વિપક્ષે ઉઠાવ્યો વાંધો