ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 ક્રિકેટ મેચ રમાશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એક વખત ક્રિકેટ મેદાન પર ટકરાશે.
ક્રિકેટની આ બન્ને દિગ્ગજ ટીમો વચ્ચે 24 ઓક્ટોબરે દુબઈમાં એક લીગ મેચ યોજાશે.
ભારત-પાકિસ્તાનના સંબંધોને જોતા લાંબા સમયથી બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ટી 20 વર્લ્ડ કપને યુએઈ અને ઓમાનમાં ખસેડવામાં આવ્યો હતો
પુણે બાદ મહારાષ્ટ્રના આ શહેરના વેપારીઓ પણ આંદોલનને માર્ગે; જાણો વિગત
