ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ સામેલ થઈ છે અને અમદાવાદની ટીમનુ નામ જાહેર કરાયુ છે.
આ ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ રાખવામાં આવ્યું છે.
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન ટીમનો કેપ્ટન હશે. ગેરી કર્સ્ટર્નને ટીમે બેટિંગ કોચ અને આશીષ નહેરાને હેડ કોચ તરીકે નિમણૂક અપાઈ છે.
ગુજરાત ટાઈટન ટીમ ગુજરાતના લોકોના સપોર્ટથી પોતાની મુસાફરીનો પ્રારંભ કરવાની અપેક્ષા રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઈટન ટીમ હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયા રશીદ ખાનને 15 કરોડ રુપિયા અને શુભમન ગીલને આઠ કરોડ રુપિયામાં ખરીદી ચુકી છે.
