ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઓગસ્ટ 2021
મંગળવાર
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ ટીમે ફાઇનલમાં પહોંચવાની ઐતિહાસિક તક ગુમાવી દીધી છે.
બેલ્જિયમ સામે રમાયેલી સેમિફાઇનલમાં ભારતનો 5-2થી પરાજય થયો છે.
1972 પછી ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમ પાસે ગોલ્ડ મેડલ જીતવાની શાનદાર તક હતી, પરંતુ સેમિફાઇનલમાં બેલ્જિયમે શાનદાર પ્રદર્શન કર્યું છે.
જો કે હજુ પણ ટીમ ઇન્ડિયા પાસે મેડલ જીતવાની તક છે. તે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
હવે ભારતનો સામનો 5 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની પરાજીત ટીમ સામે થશે.