ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
કોરોનાના એમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે પણ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે.
ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મિડિયાને કહ્યું કે, ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડે રમશે પણ ચાર ટી 20 મેચ પાછળથી રમાડવામાં આવશે.
જો કે કઇ તારીખે જશે તેને લઇને હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી.
પહેલા એવી અટકળો થઈ રહી હતી કે, આ પ્રવાસ ટળી જશે પણ હવે ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાનો પ્રવાસ યથાવત રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાની સાઉથ આફ્રીકામાં રમાનારી ટેસ્ટ સિરીઝ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે. જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.
હેં! કોવિડ પોઝિટિવ હોવા છતાં બિલાસપુરથી મુંબઈ આવ્યોઃ હવે તેની સામે લેવાશે આ પગલા; જાણો વિગત
