Site icon

કેએલ રાહુલને ડબલ ઝટકો, હાર પછી મળી આ મોટી સજા, જાણો શું છે કારણ..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

લખનઉ સુપર જાયન્ટ્‌સ(Lucknow Super Giants) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર(Royal Challengers Bangalore) વચ્ચેની મેચમાં લખનઉના કેપ્ટન(captain) કેએલ રાહુલને(kL RAHUL) ડબલ ઝટકો લાગ્યો છે. એકબાજુ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, તો બીજીબાજુ રાહુલ પર આઇપીએલ કમિટીએ(IPL committee) દંડ ફટકારી દીધો છે. રાહુલ ઉપરાંત લખનઉના ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસને(Marcus Stoinis) પણ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ઠપકો આપવામાં આવ્યો છે.

લખનઉના કેપ્ટન કેએલ રાહુલ પર આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટનુ(Code of conduct) ઉલ્લંઘન કરવાના મામલે મેચ ફીનો(match fee) ૨૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે નવી મુંબઇ ડીવાય પાટીલ સ્ટેડિયમ(D Y aptil stadium) માં રમાયેલી મેચમાં બેંગ્લૉર(banglore) વિરુદ્ધ લખનઉને ૧૮ રનથી હારનો સામનો કરવો પડ્યો. આ પછી ટીમ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઇ છે. 

 આ સમાચાર પણ વાંચો MI vs CSK મેચ પૂર્વે મુંબઈના પ્લેયર મુશ્કેલીમાં, પ્રેક્ટિસ સેશન દરમિયાન મધમાખીનું ઝુંડ સ્ટેડિયમમાં ત્રાટક્યું, સર્જાઈ અફરાતફરીની સ્થિતિ; જુઓ વિડીયો જાણો વિગતે..

મેચમાં લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ)Bowling) કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બેંગ્લોરની ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૮૧ રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ૬૪ બોલમાં ૯૬ રન બનાવ્યા હતા. શાહબાઝ અહેમદે ૨૬ અને ગ્લેન મેક્સવેલે ૨૩ રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ ૮ વિકેટે ૧૬૩ રન જ બનાવી શકી અને ૧૮ રનથી મેચ હારી ગઈ. કૃણાલ પંડ્યાએ ૨૮ બોલમાં ૪૨ અને કેપ્ટન કેએલ રાહુલે ૨૪ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. જાેશ હેઝલવુડે ૪ વિકેટ ઝડપી હતી.

Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
India Pakistan: ભારત-પાક વચ્ચે ‘હેન્ડશેક’ વિવાદ વકર્યો: મોહસીન નકવીનો પલટવાર- ‘જો ભારતીયોને રસ નથી, તો અમને પણ હાથ મિલાવવામાં રસ નથી’.
Boxing Day Test: ૨૦૧૧ બાદ ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડની પહેલી ટેસ્ટ જીત, MCGમાં રચાયો ઇતિહાસ.
Delhi vs Gujarat: વિજય હજારે ટ્રોફીમાં ‘કિંગ’ કોહલીનું શાસન, ગુજરાત સામે ૭૭ રનની તોફાની ઇનિંગ, વનડે ક્રિકેટમાં સતત છઠ્ઠી વખત ૫૦+ સ્કોર ફટકારી રચ્યો ઇતિહાસ.
Exit mobile version