ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિનોદ કાંબલી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સાયબર ઠગોએ તેમની સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
હાલ આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 420 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ ચાલુ છે.
બેંક અધિકારી તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ કાંબલીને ફોન કર્યો અને તેને એક લિંક મોકલી. કાંબલીએ તે લિંક પર ક્લિક કરતા તરત જ તેના ખાતામાંથી એક લાખ 14 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
જો કે હવે જોવાનું એ રહે છે કે, કાંબલી સાથેનાં આ છેતરપિંડીનાં કેસમાં તેમને કેટલો જલ્દી ન્યાય મળે છે
વાહ! ફક્ત નવ રૂપિયામાં થશે કોવિડની ટેસ્ટ, અડધા કલાકમાં આવશે રિપોર્ટ; જાણો વિગત
