Site icon

હંમેશા શાંત રેહનાર મુરલીધરન મેચ દરમિયાન આ બોલર પર થયા ગુસ્સે, જાણો શું હતું કારણ

 News Continuous Bureau | Mumbai

ક્રિકેટ પ્રેમીઓને એક જબરદસ્ત મેચ જોવા મળી જ્યારે ટાટા આઈપીએલની (TATA IPL) 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat titans) અને સનરાઈઝર્સ હૈદરાબાદની (sunrise hydrabad) ટીમો 2 પોઈન્ટ માટે ટકરાઈ અને પ્રથમ બેટિંગ (bating)કરતા હૈદરાબાદની ટીમે 195 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.રિદ્ધિમાન સાહા, રાહુલ તેવટિયા અને રાશિદ ખાનની શાનદાર બેટિંગના કારણે ગુજરાત ટાઇટન્સે આ મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને મેચ ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે જીતી લીધી હતી. ગુજરાતની ટીમ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને (fist position)યથાવત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કેએલ રાહુલને ડબલ ઝટકો, હાર પછી મળી આ મોટી સજા, જાણો શું છે કારણ

મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી, ગુજરાત માટે રાહુલ તેવટિયા (Rahul Tivetia) અને રાશિદ ખાન (Rashid Khan) ક્રીઝ પર હાજર હતા અને તમામ જવાબદારી હવે આ બંને પર હતી અને છેલ્લી ઓવર નાખવાની જવાબદારી હૈદરાબાદના (Hydrabad) ફાસ્ટ બોલર (fast bowler) માર્કો જેન્સન (Marco jenson) પર હતી. હતી.જેન્સનના પહેલા જ બોલ પર રાહુલ તેવટિયાએ સિક્સર ફટકારી અને પછીના બોલ પર સિંગલ લઈને રાશિદ ખાનને સ્ટ્રાઈક આપી. જે બાદ રાશિદ ખાને પોતાની જૂની ટીમ પર વરસી પડ્યા અને 3 સિક્સ ફટકારીને મેચનો હીરો બની ગયા.

જેન્સનની ખરાબ બોલિંગ જોઈને હૈદરાબાદના મેન્ટર અને બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન (Muthaiya Murlidharan)પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યા નહોતા અને તે ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા. મુરલીધરન આટલા ગુસ્સામાં (angry) આજથી પહેલા ભાગ્યે જ જોવા મળ્યો હતો.આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થઇ રહ્યો છે. મુરલીધરનને આ રીતે ગુસ્સે થતા જોઇ ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે મુરલીધરન  હંમેશા શાંત જોવા મળે છે.ગુજરાતની ટીમ ભલે મેચ જીતી ગઇ હોય પરંતુ હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિકે તમામનું દિલ જીતી લીધું હતુ. આ મેચમાં ઉમરાન મલિકે પાંચ વિકેટ ઝડપી હતી. તેના સિવાય હૈદરાબાદનો એક પણ બોલર વિકેટ લઇ શક્યો નહોતો. શાનદાર પ્રદર્શન બદલ ઉમરાન મલિકને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો.

Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Exit mobile version