ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર
ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર આર પ્રાગનનંદાએ શતરંજના મેદાનમાં મોટી ઉલટફેર કરી છે.
16 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટરે વર્લ્ડ નંબર-1 ચેસ માસ્ટર મૈગનસ કાર્લસનને આકરો પરાજય આપ્યો છે.
પ્રાગનનંદાએ કાર્લસનને 39 ચાલમાં જ પટકી દીધો છે.
ઓનલાઈન રેપિડ શતરંજ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા તબક્કામાં તેમણે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
આ જીત બાદ ભારતીય ગ્રાન્ડ માસ્ટરના 8 પોઈન્ટ થઈ ગયા અને તેઓ 8મા તબક્કા બાદ સંયુક્ત 12મા નંબર પર છે.
પ્રાગનનંદાએ મેચમાં કાળા રંગના મહોરાઓ વડે રમીને કાર્લસનને 39 ચાલમાં હરાવ્યો. આ રીતે તેણે કાર્લસનના વિજય અભિયાન પર પણ રોક લગાવી, જે અગાઉ સતત 3 બાજી જીત્યો હતો.
