News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ(BCCI) સુપ્રીમ કોર્ટ(SUpreme court) તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદા બાદ બીસીસીઆઈમાં સતત બે વાર એટલે કે 6 વર્ષ સુધી હોદ્દા પર ટકી રહેવા પર 3 વર્ષનો કુલિંગ પીરિયડ(cooling period) હશે. હવે હોદ્દેદારો પાસે બીસીસીઆઈ અને કોઈ પણ રાજ્ય એસોસિએશન(State association) માં એક વખતે વધારેમાં વધારે 12 વર્ષનો કાર્યકાળ હોઈ શકે.
મહત્વનું છે કે બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ વધારા માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈએને એવો પણ આદેશ આપ્યો કે બંધારણમાં સુધારા વધારા વખતે તેનો મૂળ હાર્દ યથાવત રહે તેની કાળજી રાખવી પડશે.
આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત
સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી(Saurav Ganguly) અને સેક્રેટરી પદ જય શાહ(Jay Shah) નો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે.