રેસલર સાગરની હત્યાના કેસમાં ફસાયેલા ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમાર વિરુદ્ધ આકરાં પગલાં ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.
દિલ્હી પોલીસ સુશીલકુમાર વિરુદ્ધ મકોકા અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મકોકાની કાર્યવાહી સંગઠિત ગુનો કરનારા વિરુદ્ધ થાય છે.
મકોકા કાયદો એટલો આકરો છે કે એ લાગ્યા બાદ સુશીલકુમારને સરળતાથી જામીન નહીં મળી શકે. મકોકા બાદ ઉંમરકેદ સુધીની સજાની જોગવાઈ છે.
ઉલ્લેખનીય છે કે સુશીલકુમાર હાલ 6 દિવસની કસ્ટડીમાં છે. તેના પર આરોપ છે કે તેણે 23 વર્ષીય સાગર રાણાને હત્યા કરી છે.
સાગરના મોત બાદ સુશીલ 2 અઠવાડિયાં સુધી ફરાર હતો. જે બાદ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી અને આ કેસની તપાસ હાલ ચાલી રહી છે.
