ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 નવેમ્બર, 2021
સોમવાર
બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં 8 વિકેટે વિજય મેળવ્યો છે.
ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 110 રન બનાવ્યા હતા, જવાબમાં ન્યૂઝીલેન્ડે 14.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો.
આ પરાજય સાથે જ સેમિ ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાને મોટો ફટકો પડ્યો છે. હવે અને જો અને તો ની સ્થિતિ પણ નિર્ધાર રાખવો પડશે.
ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલે 49 અને કેન વિલિયમસને અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી બંને વિકેટ બુમરાહે ઝડપી હતી.
હવે આઈસીસી ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતે પોતાની બાકી ત્રણ મેચ જીતવી પડશે, આ સાથે અન્ય ટીમોના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે.
