Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વની આ નંબર વન ટેનિસ ખેલાડીએ માત્ર 25 વર્ષની વયે નિવૃતિની કરી જાહેરાત, સ્પોર્ટ્સ જગત સ્તબ્ધ

 News Continuous Bureau | Mumbai

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ નિવૃત્તિની ઘોષણાથી તમામ રમતપ્રેમીઓને ચોંકાવી દીધા હતા અને સાથે જ નિરાશ પણ કર્યા હતા. ૨૫ વર્ષની વયે ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતનાર હજ હાલમાં વિશ્વની નંબર વન ખેલાડી છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 

Join Our WhatsApp Channel

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ફેન્સને તેની નિવૃત્તિ વિશે જાણકારી આપી હતી. બાર્ટીને ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ટેનિસ ઉપરાંત તે ગોલ્ફ, નેટબોલ અને ક્રિકેટ પણ રમે છે. બાર્ટીએ ક્રિકેટ લીગ બિગ બેશ લીગમાં પણ પ્રોફેશનલ રીતે રમી છે. બાર્ટીને આ રમત સાથે ખાસ સંબંધ છે, જે ખૂબ જ નાની ઉંમરથી ચાલુ છે. બાર્ટી પણ તેની ટેનિસ સફળતામાં ક્રિકેટની રમતમાંથી શીખેલા પાઠને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે.

બાર્ટીએ વર્ષ ૨૦૧૦ માં પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને પછી માત્ર ચાર વર્ષ પછી બ્રેકની જાહેરાત કરી. ત્યારે બાર્ટીએ કહ્યું કે તે એક સામાન્ય કિશોરની જેમ જીવન જીવવા માંગે છે. એશ્લેએ ૨૦૧૫ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમને મળ્યા બાદ ક્રિકેટ રમવાનું નક્કી કર્યું હતું. તે બિગ બેશ લીગની ટીમ બ્રિસ્બેન હીટ સાથે જાેડાઈ. જાેકે તે ૯ મેચમાં કંઈ ખાસ કરી શકી ન હતી અને ૨૭ બોલમાં ૩૯ રન તેનો સૌથી મોટો સ્કોર હતો. આ પછી તેણે ટેનિસમાં વાપસી કરવાનું મન બનાવી લીધું. જે વખતે તેનું પુનરાગમન શાનદાર રહ્યું હતુ. બાર્ટી માટે ક્રિકેટની તે સફર ઘણી મહત્વની હતી. થોડા સમય પહેલા તેણે કહ્યું હતું કે ૧૮ મહિના ટેનિસથી દૂર રહ્યા બાદ, જ્યારે તે ક્રિકેટ રમી હતી, ત્યારે તે કોર્ટમાં અને બહાર એક સારી વ્યક્તિ બની હતી અને તેનાથી તેને સારો ટેનિસ ખેલાડી શોધવામાં પણ મદદ મળી હતી. 

આ સમાચાર પણ વાંચો : હેં!! IPL મેચ પર આંતકવાદીનો મેલો ડોળોઃ વાનખેડે અને હોટલની થઈ હતી રેકી: પોલીસે જોકે આતંકવાદી હુમલાની શક્યતા નકારી છતાં સુરક્ષામાં વધારો

પોતાના ક્રિકેટના અનુભવ વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે, જ્યારે ૧૫, ૧૬ છોકરીઓ એકસાથે રમતી હોય છે ત્યારે તમામ ટીમનો હિસ્સો હોય છે, દરેક જણ એકબીજાને આગળ વધારવામાં મદદ કરે છે. જ્યારે હું ત્યાં ગયો ત્યારે મારું ખૂબ સારું સ્વાગત કરવામાં આવ્યું. અમે ગાબામાં એક મેચ જીતી હતી ત્યાર બાદ અમે બીયર પીવા ગયા હતા. વિજય પછી મેં આવું ક્યારેય કર્યું નથી. વર્ષ ૨૦૧૭માં ટેનિસમાં પરત ફર્યા બાદ તે વિશ્વની નંબર વન બની ગઈ અને ધીમે ધીમે સિમોના હાલે જેવા અનુભવીઓને હરાવવા લાગી. તેણે ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા અને એક વખત રનર અપ પણ રહી.

Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
Exit mobile version