જાપાનમાં રમાઈ રહેલા ટોકિયો ઓલિમ્પિકમાં આજે ઈતિહાસ રચાયો છે અને આ ઈતિહાસ યજમાન દેશની 13 વર્ષની એક બાળકીએ સર્જયો છે.
જાપાનની મોમિજી નિશીયાએ 13 વર્ષ 330 દિવસની ઉંમરે, સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ સાથે, તે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી બની છે.
અગાઉ તેણે આ વર્ષે રોમમાં આયોજીત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રજત પદક જીત્યો હતો. હવે તેણે રમતના મહાકુંભમાં ગોલ્ડ જીતીને એક નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્કેટબોર્ડને રમત તરીકે ઓલિમ્પિકમાં પહેલી વખત સ્થાન મળ્યુ છે.
