ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ પાક્કો કરી લીધો છે.
લવલિનાએ મહિલાઓની 69 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈપાઇની નિએન ચિન ચેનને 4-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
આ સાથે લવલિનાએ ભારતની મેડલની તરફ વધુ એેક પગલુ આગળ વધાર્યુ છે. હવે સેમીફાઇનલમાં, લવલિનાનો સામનો પ્રથમ સીડની બોકસર સામે થશે.
લવલિના બોક્સિંગમાં મેડલ જીતનાર બીજી મહિલા બોક્સર બની છે.
લવલીના પહેલા એમસી મેરી કોમે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
