ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
નીરજ ચોપડાએ તેમના પહેલા પ્રયાસમાં જ 86.65 મીટર દૂર થ્રો કર્યો. આ પ્રદર્શન બાદ તેમનાથી મેડલની આશા વધી ગઈ છે.
તેઓ દેશના પહેલા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોમાં જગ્યા મેળવી છે. સાથે જ ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવવા વાળા 12માં ભારતીય એથ્લીટ છે.
નીરજ સિવાય પહેલા અટેમ્પટમાં ફિનલેન્ડના લાસી એટોલાટોલોને પણ ક્વોલિફાઇ કર્યુ. તેમને સ્કોર 83.50 મીટર રહ્યો. હવે ફાઇનલ ઇવેન્ટ સાત ઓગષ્ટે રમાશે.
પશ્ચિમ બંગાળમાં પૂરપ્રકોપ, રાજ્યમાં આટલા લોકોના નિપજ્યા મોત, લાખો લોકો ઘર વિહોણા થયા
