આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આઈસીસી હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને સામેલ કર્યા છે. જેમણે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.
આઈસીસી હોલ ઓફ ફેમમાં ગુજરાતી ક્રિકેટર અને ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુુ માંકડને સ્થાન આપવામાં આવ્યું છે.
માંકડ ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કર ના કોચ પણ રહી ચુક્યા છે.
આ 10 ખેલાડીઓને સામેલ કરવાની સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે વિનુ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સ્ટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વાહ! કમાલ થઈ ગઈ, મુંબઈના 24 વૉર્ડમાંથી 18 વૉર્ડની ઝૂંપડપટ્ટી કોરોનામુક્ત; જાણો વધુ વિગત
