Site icon

T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાનું પણ છોડી શકે છે ‛વિરાટ કોહલી’;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

તાજેતરમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી દ્વારા બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી.

વાત જાણે એમ છે કે વિરાટ કોહલીએ IPLની શરૂઆત પહેલાં ભારતીય ચાહકોને બે આંચકા આપ્યા છે. કોહલીએ ગત સપ્તાહે પ્રથમ T20 વર્લ્ડ કપ બાદ ભારતીય T20 ટીમના કૅપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તે પછી કોહલીએ IPL 2021 પછી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગ્લોરની કૅપ્ટનશિપ છોડવાની જાહેરાત પણ કરી હતી. કોહલી 2016થી IPL ટેસ્ટ, વનડે, T20 આંતરરાષ્ટ્રીય અને RCBમાં ભારતની કૅપ્ટનશિપ કરી રહ્યો છે. ભારતની કૅપ્ટનશિપ કરતી વખતે કોહલી અત્યાર સુધી ટીમને એક પણ ICC ટાઇટલ જિતાડી શક્યો નથી, જ્યારે તે RCBને એક વખત પણ ચૅમ્પિયન બનાવી શક્યો નથી. કોહલીએ એક કૅપ્ટન તરીકે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં જોરદાર બેટિંગ કરી છે, પરંતુ T20 ક્રિકેટમાં તેનું પ્રદર્શન ઓછું રહ્યું છે.

આ કારણથી હાઉસિંગ સોસાયટીઓમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ નીમવાની કોંગ્રેસના આ નેતાએ કરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ માગણી; જાણો વિગત.

આ સિવાય કોહલી છેલ્લાં બે વર્ષથી મોટી ઈનિંગ્સ રમવાની તડપમાં છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારનાર કોહલી નવેમ્બર 2019થી સદી ફટકારી શક્યો નથી. બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિરાટે T20 ફોર્મેટમાં કૅપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. કોહલી 5 નવેમ્બરે 33 વર્ષનો થઈ જશે અને તેની ફિટનેસને જોઈને એવું કહી શકાય કે તે હવે 4-5 વર્ષ સુધી સરળતાથી ક્રિકેટ રમી શકે છે. ક્રિકેટમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે તેમની કારકિર્દીને લંબાવવા માટે, બેટ્સમેનો કોઈ પણ એક ફોર્મેટ રમવાનું છોડી દે છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે જેવા દિગ્ગજો તેમની કારકિર્દીના અંતિમ દિવસોમાં માત્ર ટેસ્ટ ક્રિકેટ રમતા હતા. કોહલી પણ કોઈ એક ફોર્મેટ છોડી શકે છે.

મીડિયા હાઉસના એક અહેવાલ અનુસાર, T20 ટીમની કૅપ્ટનશિપ છોડયા બાદ વિરાટ આ ફોર્મેટમાં ઓછી T20 રમશે તેવી અપેક્ષા છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ બાદ શરૂ થતી ઘરેલુ સિઝનમાં 14 T20, 4 ટેસ્ટ અને 3 વનડે મૅચ રમવા જઈ રહી છે. જો આગામી વર્ષે પણ T20 વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે તમામ ટીમો વધુ T20 મૅચ રમી રહી છે. વિરાટ કોહલી ચોક્કસપણે IPLમાં રમશે, પરંતુ T20 આંતરરાષ્ટ્રીય મૅચમાંથી ખસી શકે છે. છેલ્લાં ચાર વર્ષમાં કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ ઘણા વિરામ લીધા છે, જેમાં રોહિત શર્માને 19 મૅચમાં કૅપ્ટનશિપ આપી છે.

વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાના બિઝી શેડ્યુલ અને વર્કલોડ મૅનેજમેન્ટ પર પહેલાંથી જ પ્રશ્નો ઉઠાવી ચૂક્યો છે. આ દિવસોમાં ખેલાડીઓ મેદાનમાં આવે તે પહેલાં બાયો-બબલમાં હોય છે. તેની અસર ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. હવે વિરાટ પાસે તક છે કે તે પોતાની જાતને T20 આંતરરાષ્ટ્રીયથી અલગ કરીને પોતાના કામનો બોજ ઘટાડી શકે છે.

 વિરાટ કોહલી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કોહલીએ કૅપ્ટન અને ખેલાડી તરીકે 45-45 મૅચ રમી છે. એક ખેલાડી તરીકે તેણે 45 મૅચમાં 52.65ની સરેરાશથી 1657 રન બનાવ્યા છે અને 16 અડધી સદી ફટકારી છે. તે જ સમયે કૅપ્ટનશિપ સંભાળ્યા પછી આ ખેલાડીએ 12 અડધી સદીમાં 1502 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ ઘટીને 48.45 થઈ ગઈ.

મુંબઈમાં જવલ્લેજ જોવા મળતું ખુબસુરત એવા ‛બેબી જાવા સ્પેરો’ નામના પક્ષીનું રેસ્ક્યુ કરાવાયું, હવે છે સુરક્ષિત હાથોમાં; જુઓ ફોટોગ્રાફ્સ અને જાણો વિગતે

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version