Site icon

ચાલુ મેચે રોહિત શર્માને મેદાનમાં મળવા આવ્યો ચાહક- કરી દીધી બધી હદ પાર- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે(India vs Zimbabwe) વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું અને ગ્રુપ 2માં ટોચ પર રહીને સેમિફાઇનલ(Semi final) માટે ક્વોલિફાય કર્યું. મેચની બીજી ઇનિંગમાં જ્યારે ટીમ ઇન્ડિયા(India) ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે એક એવી ઘટના બની જેને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. રોહિત શર્મા(Rohit Sharma)નો એક ફેન ફિલ્ડમાં પહોંચી ગયો હતો જેને કારણે તેને મોટી કિંમત ચૂકવવી પડી છે. રોહિત શર્મા પાસે પહોચીને તે ફેન ભાવુક બની ગયો હતો  

Join Our WhatsApp Community

 

મેદાનમાં પ્રવેશતાની સાથે જ ફેન સીધો ભારતીય કેપ્ટન રોહિત શર્મા(captain Rohit Sharma) પાસે દોડી ગયો અને હિટમેનને જોઈને ભાવુક થઈ ગયો. રોહિતને જોતાની સાથે જ તે રડવા લાગ્યો અને તેની નજીક ગયો. જો કે, ત્યાં સુધીમાં સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં પહોંચી ગયા અને તેને પકડી લીધો હતો. આ પછી રોહિત તે પ્રશંસકને મળ્યો અને તેને કંઈક કહ્યું અને પછી સુરક્ષાકર્મીઓ તેને પેવેલિયનમાં પાછા લઈ ગયા.

આ સમાચાર પણ વાંચો:  ન્યાયનો દિવસ- જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ મોટો નિર્ણય 

સુરક્ષા ઘેરો તોડવા અને રમતમાં વિઘ્નનના પ્રયાસને કારણે આ ફેન્સ પર સાડા 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવી ઘટના પ્રથમ વખત નથી બની અને આવુ અવારનવાર જોવા મળે છે. જોકે, સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ યોગ્ય નથી.

Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Exit mobile version