Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન મોદીએ ભારતીય હૉકી ટીમના કૅપ્ટન અને કોચ સાથે કરી ટેલિફોનિક વાત, કહ્યું : તમારા પર દેશને ગર્વ છે; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

ભારતીય હૉકી ટીમે જર્મનીને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હૉકી ટીમ મેડલ જીતી છે. ભારતે જર્મનીને 5-4થી હરાવીને  ટોક્યો ઑલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. હૉકી ટીમની આ ઐતિહાસિક જીતનો ઉત્સવ સમગ્ર ભારત મનાવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ હૉકી ટીમને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી છે. વડા પ્રધાન મોદી સાથે હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડના ફોન કોલનો વીડિયો સામે આવ્યો છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફોન પર કૅપ્ટન મનપ્રીત સિંહને વડા પ્રધાન મોદી કહી રહ્યા છે, ‘મનપ્રીત ખૂબ ખૂબ શુભેચ્છા. તમે અને ટીમે જે કર્યું છે, એનાથી દેશ નાચી રહ્યો છે. આખી ટીમે મહેનત કરી છે. મારા તરફથી ટીમને શુભકામનાઓ આપજો.’

મુંબઈનો આ પ્રખ્યાત બીચ થયો પ્રદૂષિત, બીચ પરની રેતી અચાનક પડી કાળી; જુઓ વીડિયો

તેમણે કહ્યું, ‘આજે દેશ તમારા બધા પર ગર્વ કરી રહ્યો છે.’ ત્યાર બાદ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ટીમના કોચ ગ્રાહમ રીડ સાથે પણ વાત કરી હતી.

 

India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Pranavi Urs Asian Games Golf Gold ગોલ્ફ કોર્સ પર લહેરાયો તિરંગો! પ્રણવી ઉર્સના વિજયથી ભારત સ્તબ્ધ રચ્યો એવો રેકોર્ડ જે પહેલાં કોઈ ન કરી શક્યું
Exit mobile version