ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
અંશુ મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવી ઇતિહાસ રચી દીધો છે.
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવનાર અંશુ મિલક પ્રથમ મહિલા ભારતીય બની છે.
20 વર્ષિય અંશુ મલિકે 57 કિલોગ્રામ ભાર વિભાગનાનસેમીફાઇનલ મુકાબલામાં સોમાલીયાની વ્યાનીકને 11-0થી પરાજય આપ્યો છે.
હવે અંશુ મલિક ગોલ્ડ મેડલ માટે ફાઇનલ મેચ રમશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં માત્ર 4 ભારતીય મહિલા કુસ્તીબાજ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં મેડલ મેળવી શકી છે. જેમાં ગીતા ફોગટ (2012), બબીતા ફોગાટ (2012), પુજા ધાંડા (2018) અને વિનેશ ફોગાટ (2019)નો સમાવેશ થાય છે.
આ ચારેય મહિલા રેસલરે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધનવાન નથી, ફોર્બ્સની યાદીમાંથી પણ બહાર; જાણો વિગત