Site icon

ભારતીય ટીમને મોટો ફટકો, શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે પહેલા કોચ રાહુલ દ્રવિડ બીમાર

ભારતીય ટીમે શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણી પોતાના ઘરે કબજે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે

A big blow to the Indian team, coach Rahul Dravid

A big blow to the Indian team, coach Rahul Dravid

News Continuous Bureau | Mumbai

ભારતીય ટીમે શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણી પોતાના ઘરે કબજે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે છેલ્લી મેચ રવિવારે ,15 જાન્યુઆરી તિરુવનંતપુરમમાં રમાશે.

Join Our WhatsApp Community

રિપોર્ટ્સ અનુસાર રાહુલ દ્રવિડની તબિયત સારી નથી. આથી તે બેંગ્લોર જવા રવાના થયો છે. દ્રવિડને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા છે, જે બીજી વનડે દરમિયાન સામે આવી હતી. ત્યારબાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું.

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. તે શુક્રવારે વહેલી સવારે કોલકાતાથી બેંગલુરુ જવા રવાના થયો હતો. પરંતુ તે સંપૂર્ણપણે ફિટ છે. ભારતીય ટીમ તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામે શ્રેણીની ત્રીજી વનડે રમશે. આ મેચ રવિવારે યોજાશે, પરંતુ દ્રવિડ તે પહેલા એટલે કે શનિવારે જ તિરુવનંતપુરમમાં ટીમ સાથે જોડાશે.

આ સમાચાર પણ વાંચો: ઓડિશાની મહિલા ક્રિકેટરનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો, પરિવારજનોએ કોચ…

ભારતે શ્રીલંકા સામે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે

તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. તેની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમે 2-0થી શ્રેણી જીતી લીધી હતી. શ્રેણીની બીજી વનડે ગુરુવારે,12 જાન્યુઆરી કોલકાતામાં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા નુવાનિડુ ફર્નાન્ડોએ 50 રનની ઇનિંગ રમી હતી.

જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 3-3 મહત્વની વિકેટ લીધી હતી. કુલદીપને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. 216 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમે 43.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. હવે છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version