Site icon

ઑલિમ્પિક્સમાં બની અજબ-ગજબ ઘટના; કોચે રિંગમાં ઊતરતી મહિલાને માર્યા લાફા, જાણો વિચિત્ર કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ટોકિયોઑલિમ્પિકમાં એક આશ્ચર્યજનક ઘટના બની. આ સાથે સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે, જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં રિંગમાં ઊતરતી એક મહિલા જુડો ખેલાડીને તેના જર્મન કોચ થપ્પડ મારતા દેખાય છે. ખરેખર, આ વીડિયોમાં દેખાતી મહિલા ખેલાડી જર્મનીની માર્ટિના ટ્રેડોસ છે અને તે મહિલા જુડોના 32 મૅચના રાઉન્ડ માટે રિંગમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને તેના કોચ તેમની બરાબર પાછળ ચાલી રહ્યા છે.

રિંગમાં પ્રવેશતાં પહેલાં તે પાછી વળે છે અને સીધી ઊભી રહે છે. બાદમાં તેના કોચ તેને બંને હાથે બંને ગાલ પર થપ્પડ મારે છે અને તેને ઝંઝોળેછે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થવા લાગ્યો હતો અને લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. મૅચ બાદ માર્ટિના ટેડ્રોસે તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર લખ્યું હતું કે કોચે થપ્પડ લગાવવી એ મેચ પહેલાંની વિધિ છે. તેણે લખ્યું હતું કે મેં આ ધાર્મિક વિધિ મૅચ પહેલાં કરવા માટે કોચને કહ્યું હતું! મારા કોચ મારી ઇચ્છા મુજબ જ તે કરી રહ્યા હતા જેથી હું ઍક્ટિવ રહી શકું."

તેરે જૈસા યાર કહાં… પહેલી ઑગસ્ટે ફ્રેન્ડશિપ ડે, દોસ્તીના ખૂબસૂરત સંબંધ પર બનેલી આ સદાબહાર બૉલિવુડ ફિલ્મો જેને દર્શકો આજે પણ પસંદ કરે છે; આવો જાણીએ આ ફિલ્મો વિશે

જોકેમૅચનું પરિણામ તો આનાથી તદ્દન વિપરીત આવ્યું હતું. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટેડ્રોસ હંગેરીની સોફી ઓઝબાસ સામે મૅચ હારી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશન વતી જર્મનીના જુડો કોચ ક્લાઉડિયો પુસાને આ બાબતે ચેતવણી આપવામાં આવી છે. ઇન્ટરનૅશનલ જુડો ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “IJFએ આ સ્પર્ધા દરમિયાન જર્મન કોચને તેના ખરાબ વર્તન માટે ગંભીર ચેતવણી આપી છે. જુડો એક શૈક્ષણિક રમત છે, તેથી આ પ્રકારનું વર્તન સાંખી લેવાશે નહીં. એ જુડોના નૈતિક નિયમોની વિરુદ્ધ છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version