શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના સંક્રમિત થયા છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જે આઠ ખેલાડીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તેમા ચહલ અને ગૌતમ પણ હતા.
ચહલ અને ગૌતમ સિવાય હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શૉ, મનિષ પાંડે અને ઇશાન કિશન પણ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા.
જોકે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ તમામ ખેલાડી શ્રીલંકા વિરૂદ્ધ બીજી અને ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નહતા.