Site icon

મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ મેદાન બાદ હવે મનોરંજન ક્ષેત્રે નસીબ અજમાવશે.. આ પ્રોજેક્ટ પર કરશે કામ.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 ઓક્ટોબર 2020

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આજે કોઈ પરિચયની જરૂર નથી. એમ.એસ. ધોનીએ તેની ક્રિકેટ કારકીર્દિમાં ઘણા ઇતિહાસ રચ્યા છે અને તે આજ સુધીના સૌથી સફળ કેપ્ટન તરીકે ઉભરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીએ ગત મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જોકે, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રમવાનું ચાલુ રાખશે. તે જ સમયે, મહેન્દ્ર સિંહ ધોની મનોરંજનની પીચ પર નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માહી એક્ટર તરીકે નહીં પણ નિર્માતા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે માહીએ ‘ધોની એન્ટરટેનમેન્ટ’ નામની મીડિયા કંપની ખોલી હતી. હવે આ કંપની એક અઘોરીના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહી છે.

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં પ્રોડક્શન હાઉસ વિશે માહિતી આપી છે. સાક્ષીએ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, 'તેમણે એક યુવાન લેખક પાસેથી તેમના અપ્રકાશિત પુસ્તકના હક મેળવ્યા છે. અમે આ પુસ્તક વિશે એક વેબ સિરીઝ બનાવીશું.’

સાક્ષીએ વધુમાં કહ્યું, 'આ એક પૌરાણિક વિજ્ઞાન કથા હશે. આ વેબ સિરીઝમાં અઘોરીની જીવન યાત્રા બતાવવામાં આવશે. આ શ્રેણી દ્વારા સમાજમાં ચાલતી અનેક દંતકથાઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે. સાક્ષી ધોનીએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, 'અમે તમારો પ્રેમ અને પ્રાર્થના માંગીએ છીએ.'

આપને જણાવી દઈએ કે અગાઉ ધોનીની કંપની 'ધોની એન્ટરટેઈનમેન્ટ' એ 'રોર ઓફ ધ લાયન' નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે ધોની પહેલા પણ ઘણા ભારતીય ખેલાડીઓ ફિલ્મોમાં હાથ અજમાવી ચૂક્યા છે. વિનોદ કાંબલી, અજય જાડેજા જેવા ઘણા મોટા નામ આ યાદીમાં શામેલ છે. જો કે, તેમાંથી કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શક્યું નથી.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version