Site icon

Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?

આશિયા કપની ૧૮મી સીઝનમાં ફરી એકવાર બંને પરંપરાગત પ્રતિસ્પર્ધીઓ આમને-સામને, પરંતુ જાણો શું છે ઇતિહાસ અને શા માટે ફાઇનલમાં ક્યારેય જોવા મળ્યા નથી.

Asia Cup 2025 એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ

Asia Cup 2025 એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ

News Continuous Bureau | Mumbai
Asia Cup 2025 એશિયા કપ ૨૦૨૫ ની શરૂઆત ધમાકેદાર રીતે થઈ ચૂકી છે અને ભારતીય ટીમે પણ પોતાની સફરની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. ભારતે એકદમ યુવા એવી યુએઈની ટીમને ૯ વિકેટ અને ૯૫ બોલ બાકી રાખીને હરાવ્યું છે. જોકે, આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ આગામી ૧૪મી સપ્ટેમ્બરે રમાશે, જ્યારે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. એશિયા કપની આ ૧૮મી સીઝન છે અને આ મુકાબલો હંમેશા ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહ્યું છે. વિશ્વભરના દર્શકો આ મેચ જોવા માટે આતુર હોય છે.

આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતનું વર્ચસ્વ

આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનું પ્રદર્શન હંમેશા શ્રેષ્ઠ રહ્યું છે. કુલ ૧૬ વર્લ્ડ કપ મેચોમાંથી ભારતે ૧૫ મેચ જીતી છે. આમાંથી ૮ મેચ વન-ડે વર્લ્ડ કપની છે, જ્યારે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ ૭-૧ નો રહ્યો છે. એશિયા કપમાં પણ આ જ સ્થિતિ છે. ૧૯૮૪માં એશિયા કપની શરૂઆત થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં ૧૭ સીઝનમાં બંને ટીમો ૧૮ વખત સામસામે આવી છે.

Join Our WhatsApp Community

એશિયા કપમાં ભારત વિ. પાકિસ્તાન

મોટાભાગની મેચો લીગ સ્ટેજ અથવા સુપર ફોરમાં રમાઈ છે. પહેલા એશિયા કપ વન-ડે ફોર્મેટમાં હતો, જે હવે ટી૨૦ ફોર્મેટમાં બદલાયો છે. બંને ફોર્મેટમાં થઈને અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે કુલ ૧૮ મેચ રમાઈ છે. આશિયા કપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 18 મેચ રમાઈ છે. જેમાં ભારતે 10 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન 6 વખત વિજેતા બન્યું છે. 2 મેચ રદ્દ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Elphinstone Flyover: એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર આજે રાત્રે ૧૨ વાગ્યાથી બંધ, જાણો કયા સમયે કયા રસ્તાનો ઉપયોગ કરશો

ક્યારેય ફાઇનલમાં કેમ નહીં?

જોકે, સૌથી ખાસ વાત એ છે કે આ બંને પરંપરાગત હરીફો અત્યાર સુધીમાં ક્યારેય એશિયા કપની ફાઇનલમાં આમને-સામને આવ્યા નથી. ભારત અને પાકિસ્તાન મોટાભાગે એક જ ગ્રુપમાં હોય છે, જેના કારણે તેમની મેચો લીગ સ્ટેજ કે સુપર ફોરમાં જ થઈ જાય છે. પરિણામે, ફાઇનલમાં મુકાબલો થવાની શક્યતા ઘટી જાય છે. ભારતે કુલ ૮ વખત એશિયા કપ ટ્રોફી જીતી છે, જ્યારે પાકિસ્તાન માત્ર ૨ વખત જ આ ટ્રોફી જીતી શક્યું છે.

Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
Exit mobile version