Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ગ્રહણ : ભારતીય મહિલા હોકી ટીમની એક ખેલાડી કોરોનાગ્રસ્ત, દ.કોરિયા સામેની મેચ કરાઈ રદ્દ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

દક્ષિણ કોરિયામાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા હોકી ટીમની એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થઈ છે.

જેના પગલે ભારત અને યજમાન દક્ષિણ કોરિયા વચ્ચેની બુધવારે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. 

હોકી ઈન્ડિયાના સુત્રોના કહેવા પ્રમાણે એક પ્લેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાએ આ ટુર્નામેન્ટને પ્રભાવિત કરી છે.

આ પહેલા મલેશિયાની ટીમની એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા મંગળવારે ભારત સામેની તેની મેચ રદ કરવામાં આવી હતી. 

હવે મલેશિયાની જેમ ભારતીય ટીમના એક ખેલાડીને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવાથી ક્વોરેન્ટાઈન થવુ પડશે. 

આ ટુર્નામેન્ટમાં મહિલા ટીમે શાનદાર શરુઆત કરીને થાઈલેન્ડની ટીમને 13-0થી હરાવી હતી. જેમાં ગુરજીત કૌરે પાંચ ગોલ ફટકાર્યા હતા.  

લો બોલો, આ રાજ્યમાં ખોટા રસીકરણ આંકડામાં વડાપ્રધાન, સોનિયા, પ્રિયંકા ચોપરાને વેક્સિન આપી તેવી નોંધણી; જાણો વિગતે

Asian Games India Gold Rush એક જ દિવસમાં ૪ ગોલ્ડ મેડલ તીરંદાજીમાં ભારતની ગોલ્ડન હેટ્રિક, શૂટિંગમાં પણ સુવર્ણ નિશાન
Neeru Dhanda Asian Games Gold નીરૂ ઢાંડાએ રચ્યો ઈતિહાસ શૂટિંગમાં ભારતને અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
Asian Games 2026 Archery Gold ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી જીત્યો ગોલ્ડ, મહિલા કમ્પાઉન્ડ ટીમે ચીનને ધૂળ ચટાડી
Indian Women Relay Team Gold મહિલા રિલેમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં દેશને મળ્યું પહેલું ગોલ્ડ
Exit mobile version