Site icon

Asian Games 2023: આજથી શરૂ થશે 19મી એશિયન ગેમ્સ, આટલા દેશો લેશે ભાગ.. જાણો એશિયન ગેમ્સનું સંપુર્ણ શેડ્યુલ.. વાંચો વિગતવાર અહીં…

Asian Games 2023: એશિયન ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉ શહેરમાં આજથી ઓફિશિયલી રીતે શરૂ થઈ રહી છે અને આ મેગા ઇવેન્ટ 8 ઓક્ટોબર સુધી ચાલશે. જોકે, કેટલીક ઈવેન્ટની ક્વૉલિફાઈંગ મેચો 19 સપ્ટેમ્બરથી જ શરૂ થઈ ગઈ હતી. આ વખતે એશિયન ગેમ્સમાં ભારત સહિત 45 દેશોના 10 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે.

Asian Games 2023: 19th Asian Games will start from today, more than 10 thousand athletes from 45 countries will participate

Asian Games 2023: 19th Asian Games will start from today, more than 10 thousand athletes from 45 countries will participate

News Continuous Bureau | Mumbai 

Asian Games 2023: એશિયન ગેમ્સ 2023 ચીનના ( China ) હાંગઝોઉ ( Hangzhou ) શહેરમાં આજથી ઓફિશિયલી રીતે શરૂ થઈ રહી છે અને આ મેગા ઇવેન્ટ 8 ઓક્ટોબર સુધી ચાલશે. જોકે, કેટલીક ઈવેન્ટની ક્વૉલિફાઈંગ મેચો ( Qualifying Matches ) 19 સપ્ટેમ્બરથી જ શરૂ થઈ ગઈ હતી. આ વખતે એશિયન ગેમ્સમાં ભારત ( India ) સહિત 45 દેશોના 10 હજારથી વધુ ખેલાડીઓએ ( Athletes ) ભાગ લીધો છે. જેમાં 40 વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટમાં ( sports event ) 1,000થી વધુ મેડલ માટે સ્પર્ધા થશે અને 481 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ભારતમાંથી 19મી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે હૉકી, ફૂટબોલ, વોલીબૉલ અને અન્ય રમતો સહિત કુલ 655 ખેલાડીઓ ચીન પહોંચ્યા છે. ભારતમાંથી સૌથી મોટી ટુકડી એથ્લેટિક્સમાં ગઈ છે જેમાં કુલ 68 સભ્યોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભારતની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ પણ ભાગ લઈ રહી છે, જેમાં મહિલા ટીમે સેમીફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

 19મી એશિયન ગેમ્સની ઓફિશિયલ શરૂઆત 23 સપ્ટેમ્બરથી..

આ વખતે ખેલાડીઓ એશિયન ગેમ્સમાં વર્ષ 2024માં યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે કેટલીક રમતોમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહેશે. આમાં હૉકી, તીરંદાજી, સ્વિમિંગ અને અન્ય કેટલીક રમતોનો સમાવેશ થાય છે. ભારત વતી, પુરૂષ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને બૉક્સર લવલીન બોર્ગોહેન એશિયન ગેમ્સ 2023ના ઉદઘાટન સમારોહમાં તિરંગા સાથે ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે.

આ સમાચાર પણ વાંચો : Kirit Somaiya Objectionable Video Case: બીજેપી નેતાનો વાંધાજનક વીડિયો દર્શવાના મામલે, આ મરાઠી ન્યૂઝ ચેનલને ‘બંધ’ કરવાનો કેન્દ્ર તરફથી આદેશ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..

ચીનના હાંગઝોઉમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સની ઓફિશિયલ શરૂઆત 23 સપ્ટેમ્બરથી થશે, 8 ઓક્ટોબરે સમાપન સમારોહ યોજાશે. 19મી એશિયન ગેમ્સમાં 45 દેશોના 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન 40 રમતોની કુલ 481 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 1000 થી વધુ મેડલ માટે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થશે.

ભારતમાં એશિયન ગેમ્સનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પૉર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર કરવામાં આવશે. મેચો ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Exit mobile version