Site icon News Continuous Bureau | Mumbai

Asian Games 2023: ભારતે ભાલા ફેંકમાં રચ્યો ઈતિહાસ, નીરજ ચોપરા ફરી ગોલ્ડન બોય બન્યો, તો કિશોર કિશોર જેનાએ જીત્યો આ મેડલ..

Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતે ભાલા ફેંક સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. કિશોર જેનાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

Asian Games 2023: Neeraj wins Gold, Jena grabs Silver; tally 80

Asian Games 2023: Neeraj wins Gold, Jena grabs Silver; tally 80

News Continuous Bureau | Mumbai 

Asian Games 2023: ભારતના સુપરસ્ટાર એથ્લેટ ( Indian athlete ) નીરજ ચોપરાએ ( Neeraj Chopra ) આજે પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેણે ચીનના ( China ) હાંગઝોઉમાં ( Hangzhou ) આયોજિત એશિયન ગેમ્સ-2023માં પુરુષોની ભાલા ફેંકની ( javelin throw ) ફાઇનલમાં ગોલ્ડ મેડલ ( Gold Medal ) જીત્યો છે. નીરજે 88.88 મીટરના અંતરે બરછી ફેંકીને આ કારનામું કર્યું હતું. નીરજ ઉપરાંત કિશોર જેનાએ ( Kishore Jena ) ભારત માટે સિલ્વર મેડલ ( Silver Medal ) જીત્યો. જોકે નીરજ માટે શરૂઆત ખાસ ન હતી. તેના પ્રથમ થ્રોને ( First Throw ) ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. નીરજનો પહેલો થ્રો લગભગ 90 મીટરનો હતો. આ પછી નીરજ ચોપડાએ અધિકારીઓ સાથે લાંબા સમય સુધી દલીલ કરી હતી અને રમતને થોડો સમય રોકવી પડી હતી.

Join Our WhatsApp Channel

અંતર માપવાના મશીનમાં આવી સમસ્યા

વાસ્તવમાં, જ્યારે નીરજે તેનો પહેલો થ્રો કર્યો ત્યારે અંતર માપવાના મશીનમાં સમસ્યા આવી હતી, જેના કારણે તે થ્રોને સત્તાવાર રીતે ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી નીરજે ફરીથી 82.38 મીટરના બીજા થ્રો સાથે પ્રથમ પ્રયાસ કર્યો. નીરજે બીજા પ્રયાસમાં 84.49 મીટરનો થ્રો ફેંક્યો હતો. તેનો ત્રીજો પ્રયાસ ફાઉલ થયો હતો.

આ દરમિયાન કિશોર જેનાએ ત્રીજા પ્રયાસમાં 86.77 મીટરનો થ્રો ફેંકીને નીરજને પાછળ છોડી દીધો હતો. જોકે, નીરજે તેના ચોથા પ્રયાસમાં 88.88 મીટર બરછી ફેંકીને લીડ મેળવી હતી. આ દરમિયાન નીરજ ચોપરા અને કિશોર જેના વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. કિશોર જેનાએ પણ પોતાની પૂરી તાકાત બતાવી અને ચોથા પ્રયાસમાં 87.54 મીટર બરછી ફેંકી.

આ સમાચાર પણ વાંચો : Sanjay Singh Arrest : AAPના સાંસદ સંજય સિંહની ધરપકડ, શરાબ કૌભાંડમાં પૂછપરછ પછી EDએ કરી કાર્યવાહી..

બે મેડલ ભારતના નામે

જ્યારે નીજર ચોપરા તેના પાંચમા પ્રયાસમાં માત્ર 80.80 મીટર જ બરછી ફેંકી શક્યો હતો જ્યારે તેનો છેલ્લો પ્રયાસ ફાઉલ થયો હતો. જોકે તેમ છતાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય કિશોર જેનાના પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં ફાઉલ થયા હતા પરંતુ તેમ છતાં તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.

નીરજ ચોપરા અને કિશોર જેના બાદ જાપાનના ડીન રોડરિક ગેન્કીએ 82.68 મીટરના થ્રો સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Pranavi Urs Asian Games Golf Gold ગોલ્ફ કોર્સ પર લહેરાયો તિરંગો! પ્રણવી ઉર્સના વિજયથી ભારત સ્તબ્ધ રચ્યો એવો રેકોર્ડ જે પહેલાં કોઈ ન કરી શક્યું
India Womens Hockey Asian Games Gold ૪૪ વર્ષનો દુષ્કાળ ખતમ! ભારતીય દીકરીઓએ હોકીમાં ચીનને ધૂળ ચટાવી છીનવી લીધો ગોલ્ડ…
Exit mobile version