ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
ક્રિકેટજગતના લેજેન્ડરી ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનરનું શુક્રવારે થાઇલેન્ડ ખાતે ૫૨ વર્ષની ઉમરે હાર્ટ એટેકથી મોત થતા આખુ ક્રિકેટ જગત સ્તબ્ધ બની ગયુ છે. ક્રિકેટની દુનિયામાં સ્પિનના મહાન જાદુગર એવા વોર્ને ભલ ભલા બેટ્સમેનોને ચકમો આપ્યો છે. અનેક બોલ એવા ફેંક્યા છે, જેની પર બેટ્સમેનો થાપ ખાઇ ચૂક્યા છે. તેમના જાદુઇ બોલને જોવા માટે એક વાર નહી પરંતુ અનેકવાર મજબૂર કરી દે છે. ટીવી પર રિપ્લાય જ નહી પરંતુ તેના બોલને ફરી થી હાઇલાઇટ્સ ના રૂપે કે સો. મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવાનુ ફેન્સ આજે પણ ચુકતા નથી. એકવાર તેઓએ આવો જ બોલ ફેંક્યો હતો. જે બોલને ઇતિહાસમાં ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ તરીકે ઓળખવામાં આવે છે.
સ્પિન બોલના જાદુગર તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાના મહાન પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વૉર્નનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે વોર્ને જે બોલ નાંખ્યો હતો, એ બોલ 90 ડિગ્રી ટર્ન લઈ રહ્યો છે. જેને જોઇને વર્તમાન યુગના ક્રિકેટ ચાહકો જ નહીં પણ બોલર્સ અને નિષ્ણાંતો આશ્વર્ય અનુભવે છે. કારણ કે તે કાતિલ બોલ અશક્ય હતો. આજ સુધી કોઈએ આવો બોલ ફેંક્યો નથી. એટલા માટે શેન વોર્ન બેસ્ટ બોલર્સમાં ટોપ પર હતો. જુઓ વિડીયો…
We're never getting over this, Warney pic.twitter.com/JXEAU9KGhR
— ICC (@ICC) June 4, 2020
ઉલ્લેખનીય છે કે એશિઝ સિરિઝ દરમિયાન વોર્ને આ બોલ નાંખ્યો હતો, તેને 90 ડિગ્રીના એંગલ પર ફેરવવામાં આવ્યો. એટલે કે આ બોલને સદીનો બોલ કહેવામાં આવતો છે. માંચેસ્ટરમાં રમાયેલ એ મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન માઇક ગેટિગને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેની વિકેટ મેળવનાર તે બોલને ત્યારથી શતાબ્દીનો શ્રેષ્ઠ બોલ માનવામાં આવી રહ્યો છે અને જે બાદ વોર્નની ઓળખ અને જીવન બદલાઇ ગયુ હતુ.