ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સામાન્ય બેઠક 30 સપ્ટેમ્બરે મળશે નહીં.
આ જાણકારી બોર્ડ સચિવ જય શાહે આપી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય કોવિડ-19 મહામારીને કારણે લેવામાં આવ્યો છે.
તેમણે બીસીસીઆઈ સાથે જોડાયેલા તમામ બોર્ડસને કહ્યું છે કે આ વર્ષે 30 સપ્ટેમ્બરે મળનારી વાર્ષિક સામાન્ય બેઠક મળશે નહીં.
બેઠક અંગેની તારીખ આગામી સમયમાં લેવામાં આવશે અને ત્યારબાદ તમામ સભ્યોને વાકેફ કરાશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બોર્ડની 89મી સામાન્ય સભા 24 ડિસેમ્બરે મળી હતી.
