ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
23 નવેમ્બર 2020
કોરોના રોગચાળાની ભીતિ બાદ પણ આઈપીએલ 2020 ટુર્નામેન્ટ ભારતની જગ્યાએ યુએઈમાં યોજાયું હતું. દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં 19 મી સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે બધી મેચ રમાઈ હતી. નવીનતમ માહિતી અનુસાર, આ મેગા સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ યોજવાથી બીસીસીઆઇને ઘણો ફાયદો થયો છે.
યુએઈમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાંથી ભારતના ક્રિકેટ બોર્ડ કન્ટ્રોલ દ્વારા લગભગ 4 હજાર કરોડની કમાણી કરી છે. આ સાથે, ટીવી દર્શકોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. આ આઇપીએલમાં, 1800 લોકોના લગભગ 20,000 આરટી-પીસીઆર કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે તમામ 60 મેચ કોઈપણ મુશ્કેલી વિના યોજાઈ ગઈ.
અત્રે નોંધનીય છે કે કોરોના વાયરસના પગલે, દુબઇમાં સરકારે 7 દિવસની ક્વોરેન્ટાઇન પછી તાલીમ આપવાની મંજૂરી આપી હતી. પરંતુ અબુધાબીમાં 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજિયાત હતું, જેના કારણે આ સ્થળ મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સનું હોમ ગ્રાઉન્ડ બની ગયું હતું. બાદમાં બીસીસીઆઈએ, અબુધાબી વહીવટ તંત્ર સાથે વાત કરીને ક્વોરેન્ટાઇન સમયગાળો ઘટાડ્યો હતો..