ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
22 જાન્યુઆરી 2021
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં ક્રિકેટમા વધતી જતી સ્પર્ધા અને મેચની સંખ્યાને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ માટે માનસિક અને શારીરિક રીતે મજબૂત હોવું અનિવાર્ય થઇ રહ્યું છે. આ જ કારણ છે કે પોતાના ખેલાડીઓને આંતરરાષ્ટ્રિય સ્તરે તમામ પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ગંભીર બની છે. રમતવીરોની ફિટનેસ અને ક્ષમતા જાણવા માટે યો-યો ટેસ્ટનો નિયમ બનાવ્યો છે જ્યારે બીસીસીઆઈએ હવે તેમાં એક વધુ નવો ટેસ્ટ જોડી દીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટીમમાં જગ્યા બનાવવા ખિલાડીઓ માટે યો યો ટેસ્ટ ઉપરાંત બે કિલોમીટરની દોડ ફરજીયાત કરવામાં આવી છે. આ દોડમા બોલરોએ ૮ મિનિટ અને ૧૫ સેકન્ડમા જીતવાનું રહેશે અને બેટ્સમેને, વિકેટ કીપર તેમજ સ્પિનરે ૮ મિનિટ અને ૩૦ સેકન્ડમા દોડ પુરી કરવાની રહેશે.આ સિવાય રનિંગ ટ્રાયલમાંથી પણ પસાર થવું પડશે. ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાનારી સિરિઝમાં વન-ડે અને ટી-20 મેચોથી આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવશે.
હવે ખિલાડીઓએ ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટે પણ નવો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી હશે. આ ટેસ્ટ ખેલાડીઓ નેશનલ ક્રિકેટ એકેડમી અથવા તો ટીમના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ મેમ્બર સામે આપી શકશે. આ ટેસ્ટ ફેબ્રુઆરી, જૂન અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આયોજિત કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભાગ લેનારા ખેલાડીઓને માત્ર ફેબ્રુઆરીમાં યોજાનારા આ ટેસ્ટમાં છૂટ આપવામાં આવી છે. પરંતુ સિમિત ઓવર માટે ટીમમાં પસંદ કરવામાં આવેલા ખેલાડીઓને આ ટેસ્ટમાં પાસ થવું જરૂરી રહેશે.