Site icon

સૌરવ ગાંગુલીને આખરે થયું છે શું. ડોક્ટરોએ રિલીઝ કર્યું મેડિકલ બુલેટીન. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

02 જાન્યુઆરી 2021

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સ્વાસ્થ્ય બગડ્યા બાદ તેમણે કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાંગુલીનું સ્વાસ્થ્ય ખરાબ થયુ હતું. રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલીના ઘરમાં બનાવેલ જિમમાં સવારે વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દુખાવા બાદ તાત્કાલિક સૌરવ ગાંગુલીને કોલકાતાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

  

હોસ્પિટલના સૂત્રોએ  જણાવ્યું હતું કે સૌરવ ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે. ડોકટરોનું કહેવું છે કે તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો છે. જ્યારે તેમને બપોરે 1 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની પલ્સ 70/મિનિટ અને બીપી 130/80 મીમી એચ.જી. ઇસીજી અને અન્ય ક્લિનિકલ પરિમાણો સામાન્ય મર્યાદામાં હતા. ઇકો પરીક્ષણના અહેવાલ બાદ પણ તે એન્જિયોપ્લાસ્ટીથી પસાર થઈ રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. 

સૌરવ ગાંગુલીનુંસ્વાસ્થ્ય બગડ્યાના સમાચાર ફેલાતાંની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ તેની વહેલી તંદુરસ્તી માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન, બીસીસીઆઈ અને પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ગાંગુલીને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત BCCIના સેક્રેટરી જય શાહે પણ ટ્વીટ કરી સૌરવ ગાંગુલીના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

નોંધનીય છે કે ગાંગુલી કારકિર્દીમાં 113 ટેસ્ટ, 311 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. તેની પાસે 11363 વનડે નામો છે અને ટેસ્ટ કારકિર્દીમાં કુલ 7212 રન છે. આટલું જ નહીં, તેમણે વન ડે ફોર્મેટમાં 100 વિકેટ ઝડપી છે, જેમાં 2 વખત 5 વિકેટનો સમાવેશ થાય છે.

India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Exit mobile version