ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ 28 ડિસેમ્બર 2021
મંગળવાર
બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગઈકાલે રાત્રે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. તેમનો ટેસ્ટમાં વાયરલ લોડ 19.5 આવ્યો છે.
હાલ તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વર્ષની શરૂઆતમાં પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સ્વાસ્થ્ય જાણકારી: ડિપ્રેશન થી લઇ ને હૃદય સુધી જાણો કેપ્સીકમ ખાવાના અદ્ભુત ફાયદા વિશે
