ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
ભારતના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આઈસીસીમાં પણ મહત્વની જવાબદારી મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સૌરવ ગાંગુલીને આઈસીસીની મેન્સ ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે
આ પહેલા અનિલ કુંબલે આ કમિટિના અધ્યક્ષ હતા. કમિટીના અધ્યક્ષનો 3 વર્ષનો કાર્યકાળ હોય છે.
જોકે કુંબલેએ ફરી વખત આ હોદ્દો સંભાળવાની ના પાડી હતી.
મેન્સ ક્રિકેટ કમિટિ દ્વારા ક્રિકેટને લગતા કાયદા બનાવવાની કે સુધારા વધારા કરવાની કામગીરી કરાતી હોય છે.
ઉલ્લેખનીય છે કે કુંબલેના કાર્યકાળમાં ડીઆરએસનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.કોરોના કાળમાં ક્રિકેટને લગતા નિયમોમાં પણ આ જ કમિટિએ બદલાવ કર્યો હતો.