Site icon

 IPLમાં બે નવી ટીમો માટે જુલાઈમાં બોલી લગાવવામાં આવશે, BCCI કમાશે અધધધ આટલા કરોડ રૂપિયા; નવી ટીમોની કિંમતો જાણીને ઊડી જશે તમારા હોશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) લૉન્ચ થયા બાદ BCCI આર્થિક રીતે સફળતાની ટોચે છે.એક તરફ કોરોના મહામારીને કારણે વિશ્વભરના ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓના પગારમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી તરફ BCCIએ આવું કરવાનું વિચાર્યું પણ નહોતું. કારણ કે બોર્ડ પાસે ખૂબ પૈસા છે. ત્યારે હવે BCCIની તિજોરી ફરી ભરાવાની છે, કારણ કે IPLની આગામી સીઝન માટે, BCCI બે નવી ટીમો શરૂ કરવા જઈ રહી છે, જેની કિંમત સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

એક રિપૉર્ટ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી ટીમની બેઝ પ્રાઇસ આશરે 1800 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે, પરંતુ બોલી લગાવ્યા બાદ ટીમને 2200થી 2900 કરોડ રૂપિયા સુધીમાં વેચાઈ શકે છે. એટલે કે બે નવી ટીમો વેચાયા બાદ BCCIની તિજોરી ભરાઈ જશે એ વાત નક્કી છે. ઉલ્લેખનીય છે કે પાંચ વખતની IPL ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની કિંમત 2700થી 2800 કરોડ રૂપિયા છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની કિંમત 2200-2300 કરોડ જેટલી છે, તો રાજસ્થાન રૉયલ્સની કિંમત 1855 કરોડ છે.

 ચૂંટણી જીતવા આખી મહાનગરપાલિકા નો નકશો જ બદલી નાખ્યો. પુનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એ કરી નાખ્યું આ કાંડ…. જાણો વિગત 

પ્રાપ્ત જાણકારી અનુસાર, IPLની 2 નવી ટીમોની હરાજી આગામી મહિને જુલાઈમાં થઈ શકે છે. આ અંગે BCCI કામ કરી રહ્યું છે. હવે સવાલ છે કે આ બે ટીમો કયા શહેરની હશે? ત્યારે માનવામાં આવી રહ્યું છે કે બેમાંથી એક ટીમ અમદાવાદની હોઈ શકે છે. અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટૅડિયમ પણ બનાવાયું છે, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટૅડિયમ નામ આપવામાં આવ્યું છે. અહીં IPL 2021ની કેટલીક મૅચ પણ રમાઈ હતી. અગાઉ ગુજરાત લાયન્સ પણ IPLમાં રમી ચૂકી છે, ત્યારે આગામી IPLમાં અમદાવાદની કોઈ ટીમ રમે તો નવાઈ નહીં ત્યારે  IPL 2022માં ઉત્તર પ્રદેશની ટીમ પણ હોઈ શકે છે. માનવામાં આવે છે કે આ મામલે લખનઉનો દાવો મજબૂત છે. લખનઉમાં પણ એક નવું સ્ટૅડિયમ બનાવાયું છે, જ્યાં કેટલીક ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ ચૂકી છે.

India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Asia Cup 2025: મોટી મોટી વાતો કરનારા પાકિસ્તાને 70 મિનિટમાં કર્યું સરન્ડર, જાણો બેકફૂટ પર કેમ આવ્યું પાકિસ્તાન
Exit mobile version