ભારત સાથે હોમ ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલાં જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ શ્રેણી માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
30 વર્ષીય સ્ટોક્સે પોતાના નિર્ણયનું કારણ માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું ગણાવ્યું છે. આ વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપમાં પણ તેનું રમવું નિશ્ચિત નથી.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ અંગેની જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે.
