ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
પંજાબથી આવતા હરભજન સિંહે પોતાની પહેલી ટેસ્ટ મેચ ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી. તેને પોતાની છેલ્લી ટેસ્ટ ૨૦૧૫માં શ્રીલંકા સામે રમી હતી. તો ભજ્જીએ પોતાની પહેલી વનડે મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ૧૯૯૮માં રમી હતી. તેનો આખરી વનડે મુકાબલો ૨૦૧૫માં સાઉથ આફ્રિકા સામે હતો. ૨૦૧૬માં હરભજને ેંછઈ વિરૂદ્ધ એશિયા કપમાં પોતાની છેલ્લી ટી-૨૦ મેચ રમી હતી. ૈંઁન્માં હરભજનના નામે ૧૬૩ મેચમાં ૧૫૦ વિકેટ છે. તેને મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી ચુક્યો છે.૨૦૧૬થી જ ટીમ ઈન્ડિયાથી બહાર દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ શકે છે. જે બાદ તેઓ ૈંઁન્ની કોઈ ફ્રેન્ચાઈઝીના સપોર્ટ સ્ટાફ કે કોચ બની શકે છે. હરભજન મેગા ઓક્શનમાં પણ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભજ્જી આગામી સપ્તાહે ઓફિશિયલી પોતાના સંન્યાસને લઈને જાહેરાત કરી શકે છે. ૪૧ વર્ષના હરભજન આ ૈંઁન્ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં હતો. જાે કે ૈંઁન્ ૨૦૨૧ના બીજા ફેઝમાં તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. હરભજને પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ૨૦૧૬માં રમી હતી. ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન હરભજન સિંહ અને સૌરવ ગાંગુલી. આ સીરીઝમાં ભજ્જીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પહેલી હેટ્રિક પોતાના નામે કરી હતી. ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન હરભજન સિંહ અને સૌરવ ગાંગુલી. આ સીરીઝમાં ભજ્જીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પહેલી હેટ્રિક પોતાના નામે કરી હતી. ભજ્જીના નિકનેમથી જાણીતો હરભજન સિંહે ટીમ ઈન્ડિયા માટે ૧૦૩ ટેસ્ટ મેચ રમી છે. તેના નામે ૪૧૭ વિકેટ નોંધાઈ છે. વનડેમાં તેને ૨૩૬ મેચમાં ૨૬૯ વિકેટ લીધી છે. ટી-૨૦માં ભજ્જીએ ભારત તરફથી ૨૮ મુકાબલા રમ્યાં છે. જેમાં તેના નામે ૨૫ વિકેટ છે.
